ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજની એકતા, સંગઠીતતા માટે ઘણા સામાજીક કાર્યકરો અને મંડલો
દ્વારા વર્ષોથી અથાગ પ્રયત્નો થયેલ છે. પરંતુ શિક્ષિત અને અશિક્ષિત એવાં સઘળાય લોકો
વિવિધ રાજકીય, સામાજીક કારનોસર એક મંચ પર એક્ઠા થઇ શકતા નથી અને માટે જ સમાજમા ઘણી
મોટી વસ્તી ધરાવતા ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ, વિવિધ ક્ષેત્રે ફક્ત નામ પુરતું જ છે.
જે પ્રતિનિધિત્વ છે, તે પણ સમાજમાં વિકાસ માટે કોઈ મહત્વપૂર્ણ કાર્યો કરવામાં સફળ થઈ
શકેલ નથી જેમાં પરિણામ સ્વઋપે જે સમાજ ના લોકોની જમીન ઉપર ગાંધીનગર શહેર વિકસાવવામાં
આવ્યું છે, તે ગાંધીનગર શહેર માં રાજ્ય ની વિવિધ જતિઓ, પેટા જાતિઓ ના સામાજીક, શૈક્ષણિક
સંકુલો કે કુળદેવી-દેવતાંના મંદિરો માટે ટોકન ભાડેથી અથવા સસ્તા દરે જમીનો ફાળવવામાં
આવે છે જ્યારે ગુજરાત નો ક્ષત્રિય ઠાકોર સમાજ કે જેના પ્રતિનિધિઓ ૧૯૬૦ થી માંડી દરેક
સરકારમાં વિવિધ કક્ષાએ નિમાયેલા નેતાઓ પણ ગાંધીનગર શહેરમાં પોતાના સમાજ માટે ના તો
શૈક્ષણિક સંકુલ કે સામાજીક ભવન કે પોતાની કુળદેવી ના મંદિર માટે જમીનનો એક ટુકડો ફાળવવામાં
નિષ્ફળ નીવડેલ છે. તેથી જ જે હકીકત કડવી છે છતાંય નગ્ન હકીકત છે. જે સમગ્ર સમાજના મીત્રોથી
માંડીને સમાજ થકી બનેલ નેતાઓ પણ સ્વીકારશે જ.
ક્ષત્રિય ઠાકોર સમાજને એકતા અને સંગઠીતતા માટે અન્ય ઘણાય ઉપાયો જરુરી છે અને હશે જ,
પરંતુ મુળભૂત અને તાત્કાલિક હાથ ધરવા જેવો એક ઉપાય એ પણ છે કે આપણા સમાજમાં અત્યારે
જે વિવિધ પેટા અટકો લખવાની પ્રથા છે જેવી કે મકવાણા, રાઠોડ, ઠાકોર, પરમાર, વાઘેલા,
ખાંટ, સોલંકી, ઝાલા, ચૌહાણ વિગેરે વિગેરે, તે દરેક કુટુંબના વડીલો એવો નિર્ધાર કરો
કે હવે પછી તેઓના ઘરમાં જન્મ લેનાર બાળક કે બાળકી ની અટક અચૂકપણે ઠાકોર
લખાવશે, તો "વીસ" વર્ષ પછી સમાજ ખરેખર "ઠાકોર" અટક ધરાવતી વ્યક્તિઓથી
ભરપૂર હશે. આપણે આપણા બાંધવોને નજીકથી ફક્ત અટક દ્વારા ઓળખી શકીશું. જેના કારણે પરસ્પર
શક્ય હોય તે રીતે મદદરુપ થઈ શકીશું. અને જો સમાજ એક થઈને સંગઠીત થશે તો આપણા સમાજ ને
આટલા વર્ષો સુધી જે અન્યાય સહન કરવો પડ્યો છે, તે ચોક્ક્સ દુર થશે અને ભાવિ પેઢી આપણને
સૌને અચૂક આપણી આ કામગીરી માટે યાદ કરશે તેવી આશા રાખું છું. આ લેખ વાંચનાર દરેક સભ્ય
પોતાનાં કુટુંબ / સમાજ / ગામ કે શહેર માં પોતાના સાથી મિત્રો ને પણ ઉપર મુજબ નું કરવાનું
કહેશે, તો ચોક્કસ આ લેખ લખનારે જોયેલ સંગઠીત ઠાકોર સમાજ નું સ્વપ્ન
અચૂક સાકાર થશે.
-ચંદ્રસિંહ ઠાકોર
પ્લોટ નં - ૮૩૦/૧,
સેક્ટર - ૭, ગાંધીનગર